google.com, pub-4785980169078992, DIRECT, f08c47fec0942fa0 લોન આપો લોન...:લોનની માંગ 9 વર્ષના રેકોર્ડ સ્તરે, દેશમાં 3 વર્ષ સુધીમાં ફિક્સ ડિપોઝિટ્સના દરો 5.5-8.5% સુધી પહોંચી શકે

લોન આપો લોન...:લોનની માંગ 9 વર્ષના રેકોર્ડ સ્તરે, દેશમાં 3 વર્ષ સુધીમાં ફિક્સ ડિપોઝિટ્સના દરો 5.5-8.5% સુધી પહોંચી શકે

 લોન આપો લોન...:લોનની માંગ 9 વર્ષના રેકોર્ડ સ્તરે, દેશમાં 3 વર્ષ સુધીમાં ફિક્સ ડિપોઝિટ્સના દરો 5.5-8.5% સુધી પહોંચી શકે 


બેન્કોમાંથી લોનની માંગ 9 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી છે. પરંતુ ડિપોઝિટમાં નિરુત્સાહી ટ્રેન્ડ છે. જેને કારણે બેન્કો પાસે ફંડ સતત ઘટી રહ્યું છે. જેને કારણે ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો થાય તે ચોક્કસ છે. આગામી એક વર્ષમાં ડિપોઝિટ રેટ્સ 1.75-2.25% સુધી વધે તેવી શક્યતા છે.


ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 26 ઓગસ્ટ સુધી બેન્કોએ 5.66 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે. જે છેલ્લા નાણાકીય વર્ષના 26 ઓગસ્ટ સુધી વિતરિત કરાયેલી લોનથી 4.8 ટકા વધુ છે.


ગત વર્ષે ઓગસ્ટમાં આ મામલે 0.5%નો ઘટાડો થયો છે. તે ઉપરાંત, આ કેલેન્ડર વર્ષ 2021માં 26 ઓગસ્ટ સુધી અપાયેલી લોનથી 15.5% વધુ છે. તે 1 નવેમ્બર, 2013 પછીનો લોનનો સૌથી ઉચ્ચ આંકડો છે. નવેમ્બર 2013માં લોન ગ્રોથ 16.1% હતો.

બીજી તરફ 2022માં 26 ઓગસ્ટ સુધી ડિપોઝિટમાં 9.5 ટકા વધારો થયો છે. જે તેની ત્રણ વર્ષની સરેરાશ કરતા 13 ટકા ઓછી છે. બેન્કિંગ સિસ્ટમમાં તેજીથી રોકડ ઘટી રહી છે અને લોકો બેન્કોમાં બચત કરવાનું ટાળી રહ્યાં છે, જેને કારણે બેન્કોની લોન ડ્રિસ્ટીબ્યૂશન પ્રોસેસને અસર થઇ શકે છે.


વર્ષ 2018ના 8.5 ટકાના સ્તર પર ડિપોઝિટ રેટ્સ જોવા મળી શકે

ત્રણ વર્ષના એફડીના દરો વર્ષ 2018ના સ્તર 7.25-8.5% તરફ વધી રહ્યાં છે. અત્યારે તે 5.5-6.25 ટકા છે. જો બેન્કો રેપો રેટમાં વધારાને અનુરૂપ લોનની દરો વધારે છે તો ડિપોઝિટ્સ રેટ્સ વધવાની રફ્તાર વધવી જરૂરી છે. પરંતુ તમાં 6-9 મહિના થઇ શકે છે.

માર્ચ 2023 સુધી રેપો રેટમાં 0.75%નો વધારો શક્ય

બેન્કોના મતે માર્ચ 2023 સુધી રેપો રેટમાં 0.75 ટકાનો વધારો થઇ શકે છે. ત્યારબાદ જ રેપો રેટમાં ઘટાડાની આશા રાખી શકાય. એક પ્રાઇવેટ બેન્કરના અભિપ્રાય અનુસાર આગામી વર્ષે જાન્યુઆરીથી ડિપોઝિટના દરોમાં વધારો થાય તેવી સંભાવના છે.





Post a Comment

Previous Post Next Post