નાણામંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સૂચનો:ચેક બાઉન્સ થતાં અન્ય ખાતામાંથી નાણાં કપાશે: નવા નિયમની તૈયારી
નજીકના ભવિષ્યમાં ચેક બાઉન્સ થશે તો ખાતેદારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચેક બાઉન્સના વધી રહેલા કેસો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર નવા નિનાણા મંત્રાલય ચેક બાઉન્સના કેસમાં ખાતેદારના અન્ય ખાતામાંથી નાણા કાપી લેવા તથા આવા પ્રકારની ઘટનાઓમાં ખાતેદાર પર નવું ખાતુ ખોલવા પર રોક મુકવા જેવા પગલાં ભરવા વિચારણા કરી રહ્યું છે. ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આ પ્રકારના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
ચેક બાઉન્સના કેસોને કારણે કાયદાની વ્યવસ્થા પર અસહ્ય ભારણ વધ્યું છે. તેથી નવા સૂચનો સરકાર સમક્ષ રજૂ થયા છે. જે અનુસાર ચેક ઇસ્યુ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ના હોય તો તેના અન્ય ખાતામાંથી રકમ કાપી લેવામાં આવે. સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસને લોનના હપ્તા ચૂકી જવાના કેસ તરીકે લેવા તથા તેની જાણતેના દ્વારા જેનો ચેક બાઉન્સ થયો હોય તેનો સ્કોર ઓછો કરી શકાય. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સૂચનોનો સ્વીકાર કરતા પહેલા કાયદાકીય પરામર્શ કરવામાં આવશે. સરકારનો આશય કોર્ટમાં ચેક બાઉન્સના કેસો ઘટાડવાનો છે. સાથે જ ખાતામાં પૈસા ન હોવા છતાં ચેક ઇસ્યુ કરવાની માનસિકતા પર અંકુશ મેળવવાનો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉદ્યોગોના સંગઠન પીએચડી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ હાલમાં જ નાણામંત્રાલયને અપીલ કરી હતી કે ચેક બાઉન્સની ઘટનામાં ચેક ઇસ્યુ કરનાર પર બેન્કમાંથી નાણા ઉપાડવા પર થોડા દિવસ માટે રોક મૂકી દેવો જોઈએ. જેથી ચેક ઇસ્યુ કરનારને જવાબદેહ બનાવી શકાયકારી ધિરાણ આપતી કંપનીઓને આપવા જેવા સૂચનો સામેલ છેm.યમો લાગુ કરવાની તૈયારીમાં છે.