google.com, pub-4785980169078992, DIRECT, f08c47fec0942fa0 ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએની પ્રવેશ કાર્યવાહીમાં છેલ્લી ઘડી સુધી પ્રવેશ માટે ધસારો

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએની પ્રવેશ કાર્યવાહીમાં છેલ્લી ઘડી સુધી પ્રવેશ માટે ધસારો

 ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએની પ્રવેશ કાર્યવાહીમાં છેલ્લી ઘડી સુધી પ્રવેશ માટે ધસારો

41 આર્ટ્સ કોલેજની15722 બેઠકોમાંથી 155 સીટ જ ખાલી રહી, પાંચ વર્ષમાં સૌથી ઓછી

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 41 આર્ટ્સ કોલેજોની 15722માંથી માત્ર 155 સીટ જ ખાલી રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં બીએમાં ખાલી રહેલી બેઠકોની આ સૌથી ઓછી સંખ્યા છે. ગયા વર્ષે કુલ 15550માંથી 14180 સીટ ભરાઈ હતી, જ્યારે 1370 સીટ ખાલી રહી હતી. ગયા વર્ષે કોરોનાને કારણે ધોરણ 12ના પરિણામમાં માસ પ્રમોશન અપાતા, 100 ટકા પરિણામ હોવા છતાં 1370 સીટ ખાલી રહી હતી. જ્યારે આ વર્ષે ધોરણ 12નું પરિણામ ગત વર્ષની તુલનાએ ઘણું ઓછું આવ્યું હોવા છતાં પણ આ વર્ષે માત્ર 155 બેઠકો ખાલી રહી છે.

ભાસ્કર એક્સક્લૂઝિવ:ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએની પ્રવેશ કાર્યવાહીમાં છેલ્લી ઘડી સુધી પ્રવેશ માટે ધસારો

  • અમદાવાદ17 કલાક પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • ફાઈલ તસવીર - Divya Bhaskar
  • ફાઈલ તસવીર

41 આર્ટ્સ કોલેજની15722 બેઠકોમાંથી 155 સીટ જ ખાલી રહી, પાંચ વર્ષમાં સૌથી ઓછી

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 41 આર્ટ્સ કોલેજોની 15722માંથી માત્ર 155 સીટ જ ખાલી રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં બીએમાં ખાલી રહેલી બેઠકોની આ સૌથી ઓછી સંખ્યા છે. ગયા વર્ષે કુલ 15550માંથી 14180 સીટ ભરાઈ હતી, જ્યારે 1370 સીટ ખાલી રહી હતી. ગયા વર્ષે કોરોનાને કારણે ધોરણ 12ના પરિણામમાં માસ પ્રમોશન અપાતા, 100 ટકા પરિણામ હોવા છતાં 1370 સીટ ખાલી રહી હતી. જ્યારે આ વર્ષે ધોરણ 12નું પરિણામ ગત વર્ષની તુલનાએ ઘણું ઓછું આવ્યું હોવા છતાં પણ આ વર્ષે માત્ર 155 બેઠકો ખાલી રહી છે.

આ વર્ષે માત્ર 155 બેઠકો ખાલી

બીજી તરફ પ્રથમ વર્ષ બીએમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓની ટકાવારીના પ્રમાણમાં 40.31 ટકાથી વધીને 44.90 ટકા એટલે કે પાંચ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએની એડમિશન કમિટીએ શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની અમદાવાદ, ગાંધીનગર વિસ્તારની 41 કોલેજો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં બે ઓનલાઈન અને એક ઓફલાઈન રાઉન્ડ હતા.

કારકિર્દી પ્રત્યેની અવેરનેસ

બીએ એડમિશન કમિટીના કન્વીનર ડો. જયેશ સોલંકીના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓમાં આવેલી કારકિર્દી પ્રત્યેની અવેરનેસના કારણે તથા આર્ટ્સ વિદ્યાશાખાના વિષયોના અભ્યાસથી રોજગારીની તકો ઊભી થઈ હોવાથી વિદ્યાર્થીઓના પ્રવેશ માટેનો ભારે ઝોક જોવા મળ્યો છે.

Post a Comment

Previous Post Next Post