google.com, pub-4785980169078992, DIRECT, f08c47fec0942fa0 કોમોડિટી કરંટ:દેશમાં સોનાનો પુરવઠો ખોરવાશે, રૂપિયો વધુ નબળો પડશે તો વર્ષાન્ત પૂર્વે રૂ.55000ની સપાટી સર કરશે

કોમોડિટી કરંટ:દેશમાં સોનાનો પુરવઠો ખોરવાશે, રૂપિયો વધુ નબળો પડશે તો વર્ષાન્ત પૂર્વે રૂ.55000ની સપાટી સર કરશે

 કોમોડિટી કરંટ:દેશમાં સોનાનો પુરવઠો ખોરવાશે, રૂપિયો વધુ નબળો પડશે તો વર્ષાન્ત પૂર્વે રૂ.55000ની સપાટી સર કરશે. 


વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ભય હજુ દૂર થયો નથી ત્યારે આવા સંજોગોમાં ફેડ વ્યાજદર વધારો જાળવી રાખે તેવા સંકેતો વચ્ચે આંતરવૈશ્વિક સ્તરે ગોલ્ડ સપ્લાયરને ચીન અને તૂર્કિ સૌથી વધુ પ્રીમિયમ આપી રહ્યાં છે જેના કારણે ભારતમાં ગોલ્ડનો પુરવઠો ખોરવાઇ શકે છે આ ઉપરાંત રૂપિયો સતત ઘસાઇ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનું વર્ષાન્ત પહેલા જ રૂ.55000ની સપાટી કુદાવે તો નવાઇ નહીં. ચાંદીમાં વોલેટાલિટી જોવા મળશે.


એગ્રીમાં તેજીની શક્યતા નહિંવત્, ભાવ ઘટી શકે

એગ્રી કોમોડિટીમાં નવી ખરીફ સિઝનની આવક મોટા પાયે શરૂ થઇ ચૂકી છે જેની અસર આગામી એકાદ મહિનામાં બજારમાં જોવા મળશે. તહેવારોના કારણે બજારમાં હાલ ભાવ ઘટે તેમ નથી પરંતુ નવેમ્બર મહિનાની શરૂઆતથી આવકોનું દબાણ વધશે તેમ ભાવ ઘટશે. તેલીબિયાં, અનાજ-કઠોળમાં હવે તેજીની સંભાવના નહિંવત્ છે. જોકે, આયાતી ખાદ્યતેલોની કિંમત કેવી રહે છે અને દેશમાંથી નિકાસ વેપારો કેવા રહે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે.રાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સપ્તાહના અંતીમ દિવસે ઘટી છે પરંતુ 1700 ડોલરની સપાટી જાળવવામાં સફળ રહી હોવાથી ફંડામેન્ટલ મજબૂત બની રહ્યાં છે.


માગ અભાવે મેટલ્સમાં સુસ્તી રહેશે

1. ચીનની માગ અટકતા બજારને સપોર્ટ નહીં: વૈશ્વિક સ્તરે મેટલ્સ માર્કેટમાં હજુ તેજીના સંકેતો નહિવત્ છે.ચીનમાં હજુ સ્લોડાઉનની સ્થિતી છે જેથી બજારમાં તેજી અટકી છે.ચીનની માગ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે.

2. લીડ તથા કોપરમાં ટ્રેન્ડ મજબૂતીનો રહેશે : વૈશ્વિક મેટલ્સની માગ ખુલવા લાગી છે.કે બેટરી મટીરિયલની માગ ફરી ધીમી ગતીએ ખુલશે જેના કારણે મોટા ભાગની મેટલ્સમાં સુધારાની ચાલ જોવાશે 5 ટકા સુધારો થઇ શકે છે.

3. ડોલર ઇન્ડેક્સ સુધરતા ટ્રેન્ડ નરમઃ ડોલર ઇન્ડેક્સમાં સુધારો જળવાઇ રહ્યો છે. વધી 110 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે તેના અનુસંધાને મેટલ્સમાં સુધારો અટક્યો છે. ડોલર વધુ મજબૂત બને અને માગ અટકે તો બજાર ઘટી શકે





Post a Comment

Previous Post Next Post