google.com, pub-4785980169078992, DIRECT, f08c47fec0942fa0 સજા:રામોલની સગીરા સાથે દુષ્કર્મ કરનાર યુવકને10 વર્ષની સજા

સજા:રામોલની સગીરા સાથે દુષ્કર્મ કરનાર યુવકને10 વર્ષની સજા

 સજા:રામોલની સગીરા સાથે દુષ્કર્મ કરનાર યુવકને10 વર્ષની સજા

  • 2018માં ભગાડી રાજસ્થાન લઈ ગયો હતો
  • પોક્સો કોર્ટે સજા સાથે 20 હજારનો દંડ કર્યો
  • રામોલમાં રહેતી 14 વર્ષની સગીરાને 4 વર્ષ પહેલાં રાજસ્થાન ભગાડી લઈ જઇ દુષ્કર્મ કરનાર આરોપી નારાયણ ચુનારા(22)ને પોક્સો કોર્ટના ખાસ જજ પી.એમ.સયાનીએ દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો છે.


સગીરાને 26 ઓગષ્ટ 2018ના રોજ નારાયણ ચુનારા ભગાડી લઈ ગયો હતો. આ અંગે સગીરાની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે 15 દિવસ બાદ પોલીસે નારાયણને સગીરા સાથે ઝડપી લીધો હતો. પોલીસે સગીરાની પૂછપરછ કરતા નારાયણે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડીને નાથદ્વારા લઇ જઇ 15 દિવસ સુધી દુષ્કર્મ કર્યું હતું. આ કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર કરતાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.

Post a Comment

Previous Post Next Post